ભારતના સૌથી વધુ કમાણી કરતા મંદિરો
ભારત માં દર વર્ષે લોકો મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન અને ભેટ ચઢાવે છે
આ મંદિરોમાં માત્ર રોકડ જ નહીં પણ સોનુ ચાંદી જેવી કીમતી ધાતુ ની વસ્તુઓ પણ ચઢાવવામાં આવે છે
આજે અમે તમને એવા મંદિરો વિશે માહિતી આપીશું જેને આવક સૌથી વધારે છે
કેરળના પદ્મનાભ સ્વામીના મંદિરને દર વર્ષે અંદાજે એક હજાર કરોડ રૂપિયાનું દાન આવે છે
મહારાષ્ટ્રમાં શીરડી ખાતે આવેલા સાંઈબાબાના મંદિરને વાર્ષિક 900 કરોડ રૂપિયાની કમાણી થાય છે
વિવાદોમાં ઘેરાયેલા તિરુપતિ મંદિરને વાર્ષિક અંદાજિત 650 કરોડ રૂપિયાનું દાન અને ચઢાવો આવે છે
ચોથા સ્થાને જમ્મુનું કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિર આવે છે જેને વાર્ષિક 500 કરોડ રૂપિયાની કમાણી થાય છે
મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક મંદિરને પણ દર વર્ષે આશરે સવાસો કરોડ રૂપિયાનું દાન મળે છે