હેનલી એન્ડ પાર્ટનર્સ કંપનીએ વિશ્વના શક્તિશાળી પાસપોર્ટની યાદી જારી કરી છે.
આ યાદી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)ના ડેટા પર આધારિત છે.
વિશ્વના દેશોના પાસપોર્ટને તે કેટલા દેશમાં વિઝામુક્ત પ્રવેશ મેળવે છે એ મુજબ ક્રમ અપાય છે.
કુલ 227 દેશમાંથી 193 દેશમાં પ્રવેશ સાથે સિંગાપોર સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે.
જાપાન, દ. કોરિયાનો પાસપોર્ટ 190 દેશમાં પ્રવેશ સાથે બીજા સ્થાને છે.
ત્રીજા સ્થાને ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ,ઇટલી અને સ્પેન છે.
ભારત નોંધપાત્ર રીતે નીચે સરકીને 80માં સ્થાને પહોંચ્યો છે.
ભારત સાથે અલ્જેરિયા, ઇક્વેટોરિયલ ગિની અને તાજિકિસ્તાન છે
આ યાદીમાં સૌથી નીચે 99માં સ્થાને અફઘાનિસ્તાન છે
યાદીમાં 98મા સ્થાને સીરિયા છે અને 97માં સ્થાને ઇરાક છે.