દુનિયાના એવા દેશો વિશે જાણીએ જે લશ્કર પર સૌથી વધુ ખર્ચ કરે છે.

વિશ્વની સૌથી મોટી લશ્કરી તાકાત USAએ 2023 માં 916 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો

આધુનિક ટેકનોલોજી અને શસ્ત્રો માટે 296 અબજ ડોલરના લશ્કરી ખર્ચ સાથે ચીન વિશ્વનો બીજા નંબરે છે.

ત્રીજા સ્થાને આક્રમક લશ્કરી નીતિ માટે જાણીતું રશિયા તેના દળો પર 109 બિલિયન ડૉલરનો ખર્ચ કરે છે.

ચોથા નંબરે આવતું ભારત ચીન અને પાકિસ્તાન સાથે નીપટવા 83.6 ડૉલરના ખર્ચ કરે છે.

 પાંચમે સ્થાને લશ્કરી તાકાતમાં અગ્રેસર સાઉદી અરેબિયા છે જે 75.8 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે.

વિશ્વની સૌથી જૂની, મજબૂત સેના ધરાવતું બ્રિટન લશ્કર પર 74.9 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે.

યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા-જર્મની લશ્કર માટે  66.8 બિલિયન ડોલર ખર્ચે છે.

 રશિયા સામે શિંગડા ભેરવનાર યુક્રેન લશ્કર માટે 64.8 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે.

 યુરોપની બીજી લશ્કરી તાકાત ગણાતું ફ્રાન્સ  61.3 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે.

જાપાન શાંતિપૂર્ણ દેશ હોવા છતાં લશ્કરી દળો પર 50.2 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે.