આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે

 સ્માર્ટફોન જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. મોબાઇલથી આપણે આપણા બધા સાથે કનેક્ટ રહી શકીએ છીએ અને ઓનલાઇન પેમેન્ટ બુકિંગ વગેરે પણ કરી શકીએ છીએ

એવામાં જો તમારો સ્માર્ટફોન હેક થઈ જાય અથવા કોઈ અન્ય વ્યક્તિ એનો એક્સેસ મેળવી લે તો મુશ્કેલી થઇ શકે છે

તે તમારા જીવનના ઘણા રહસ્યો જાણી શકે છે અને તેને જાહેર પણ કરી શકે છે

આજે મેં તમને એક એવી નિશાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે તમારો સ્માર્ટફોન હેક તો નથી થયો

Android સ્માર્ટફોનના ખાસ ફીચરથી જાણી શકાય છે કે કોઈ તમારી ડ્રાઇવસીમાં ઘૂસણખોરી કરી રહ્યું છે કે તમારા કેમેરાને એક્સેસ કરી રહ્યું છે

એન્ડ્રોઇડ ફોનમાં ગ્રીન ડોટ મીની કેમેરા આઇકોન અથવા તો મીની માઇક ઉપરની જમણી બાજુએ ત્યારે જ દેખાય છે જ્યારે કોઈ વ્યક્તિ તે સુવિધાનો ઉપયોગ કરે છે

જો તમે કેમેરા અથવા માઇકનો ઉપયોગ કરી રહ્યા નથી છતાં તમે આ આઈટમ્સને જુઓ છો તો તેનો અર્થ એ છે કે અન્ય કોઈ તેને એક્સેસ કરી રહ્યું છે

મોબાઇલ હેકિંગના આ સંકેતો જોયા પછી સૌથી પહેલાં તમારા હેન્ડસેટના સેટિંગ્સમાં જાઓ અને એપની પરમિશન તપાસો

અહીં એવી કોઈ એપ દેખાય જેનો તમે ઉપયોગ નથી કરતા અને તે આ પરવાનગીને એક્સેસ કરી રહી છે તો તેને હટાવી દો

તમારા ફોનને હેકિંગથી બચાવવા માટે મોબાઇલમાં રહેલી નકામી અને બિનજરૂરી એપ્સ કાઢી નાખો.