Whats App Status અમુક લોકોથી છુપાવવું હોય તો...

વૉટ્સ એપ પર સ્ટેટ્સ (status) રાખવાનું યુવાનોને બહુ ગમે છે, પરંતુ અમુક લોકો તે ન જોઈ શકે તેવું કોઈ ફીચર છે

જી હા વૉટ્સ એપ તમારી તમામ સમસ્યાઓનું સમાધાન નવા ફીચર્સ દ્વારા લાવે છે, તો સ્ટેટ્સ ન દેખાડવું હોય તો પણ તમારી પાસે ઑપ્શન છે

વૉટ્સ એપના કોન્ટેક્ટ લિસ્ટમાંથી તમે એ લોકોને બહાર કરી શકો છો જેને તમે તમારું સ્ટેટ્સ જણાવવા માગતા નથી. જાણો સ્ટેપ્સ

સૌથી પહેલા તો તમારા ફોનમાં વૉટ્સ એપ સેટિંગ્સ ઑપન કરો અને પછી પ્રાઈવસી પર ક્લિક કરો

ત્યારબાદ સ્ટેટસના ઑપ્શન પર ક્લિક કરો. અહીં તમને માય કૉન્ટેક્સ, માય કૉન્ટેક્સ એક્સેપ્ટ અને ઑન્લી શેર વિથનું ઑપ્શન મળે છે

તમે માય કોન્ટેક્સ એક્સેપ્ટ (My contacts except) ઑપ્શન પસંદ કરો અને તે કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરો જેને તમે સ્ટેટ્સ બતાવવા માગતા નથી

ત્યારબાદ ડન (done) ઑપ્શન પર ક્લિક કરો. આમ કરવાથી એ લોકો તમારું સ્ટેટસ નહીં જોઈ શકે

8. ઘણીવાર તમે ક્યાં ફરવા જાઓ છો કે શું કરો છો તે તમારે બધાને જણાવવું ન હોય તો આ ફીચર તમને મદદ કરશે.