કાચના વાસણો રસોઈ માટે વાપરતા હો તો...
એક સમયે શો કેસમાં સજાવવા અને ખાસ પ્રસંગે જ ક્રોકરી કે કાચના વાસણો સર્વિંગ માટે ઉપયોગમાં લેવાતા હતા
આજના ટાઈમમાં રસોઈ બનાવવા માટે પણ કાચના વાસણો ઉપયાગમાં લેવામાં આવે છે
કાચના કુકિંગવેર હવે ગૃહિણીઓના ફેવરીટ બનતા જાય છે અને તે આરોગ્ય માટે પણ સારા માનવામાં આવે
છે
માત્ર ઑવન અને ઈન્ડક્શન નહીં નોર્મલ સ્ટવ પર ઉપયોગમાં લઈ શકાય તેવા જાતજાતના કાચના વાસણો વાપરવાનું હવે સામાન્ય બનતું જાય છ
ે
આ વાસણોનો ઉપયોગ કરતા પહેલા અમુક ટીપ્સ અમે તમને આપીએ છીએ, જે ખાસ ધ્યાનમાં રાખજો
સૌ પ્રથમ તો ખાલી વાસણ સીધું સ્ટવ પર ન મૂકો, તે જલદીથી તૂટી જશે. જે પણ કંઈ રાંધવાનું છે તે તેમાં નાખી મૂ
કો
આ સાથે વાસણોને રૂમ ટેમ્પરેચરમાં લાવ્યા બાદ ઉપયોગમાં લો. તે ઠંડા કે ગરમ હોય તો સીધા ઉપયોગમાં ન લો
કાચના વાસણમાં રસોઈ કરો ત્યારે સ્ટવનું ટેમ્પરેચર લૉ થી મિડિયમ રાખો, હાઈ ટેમ્પરેચર પર અચાનક ન મૂકો
કાચના વાસણો સાફ કરતા સમયે પણ તેની માટેના ખાસ ડિટરજન્ટ અને સ્
ક્રબ વાપરો, બાકી તે લાંબા ટકી શકશે નહીં
આ પ્રાથમિક માહિતી છે, વાપરતા પહેલા એક્સપર્ટની સલાહ લો તે આવશ્યક છે.