કેદારનાથ જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો

કેદારનાથ હિંદુઓનું પવિત્ર યાત્રાધામ છે. લાખો લોકો મુલાકાતે આવે છે.

આ મંદિર ખૂબ ઉંચાઇ પર આવ્યું હેોવાથી એપ્રિલથી નવેમ્બરની વચ્ચે જ કપાટ ખુલે છે

ભારે હિમ વર્ષાને કારણે અનેક વાર યાત્રા રોકી દેવામાં આવે છે.

તમે પહેલી વાર કેદારનાથી ધામ જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો

તમારે ભારે ઠંડી અને વરસાદની સિઝનમાં અહીં જવાનું ટાળવું જોઇએ

ચોમાસા દરમિયાન અહીં ભૂસ્ખલનનું જોખમ વધુ હોય છે. 

ઉનાળામાં જઇ રહ્યા હો તો પણ ઠંડીના કપડાં સાથે રાખજો

ગૌરી કુંડથી કેદારનાથ જતા 5-6 કલાક લાગે છે, તેથી શાંતિથી ચાલજો

તમારી યાત્રા વહેલી સવારે શરૂ કરો, જેથી દિવસ દરમિયાન કેદારનાથ પહોંચી જાવ

દર્શન કર્યા બાદ એક રાત અહીં જ આરામ કરી બીજા દિવસે ગૌરી કુંડ પરત ફરો

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકને સાથે ના રાખો, તમારું આધાર કાર્ડ, ટ્રાવેલ કાર્ડ સાથે રાખો