આજે સીતા નવમી. વૈશાખ મહિનાના શુક્લપક્ષની નવમી તિથિએ આપણે આ દિવસ એટલે કે સીતાજયંતી ઉજવીએ છીએ

મિથિલા નગરીના રાજા જનકની પુત્રી હોવાથી તે મૈથિલી, જનકનંદીની કે જાનકીના નામે પણ ઓળખાય છે

પણ સીતાજીના બીજા એવા ઘણા સુંદર નામ છે જે તમારી દીકરી માટે તમે રાખશો તો નવીન પણ લાગશે અને અર્થપૂર્ણ પણ

સીતાનું એક નામ છે મૃણમયીઃ આનો અર્થ થાય છે એ બાળા જેની ધરતીની કે માટીમાંથી ઉત્પતિ થઈ છે

સિયા અને સીયાઃ Sia And Siah: સિયા એટલે એ વ્યક્તિ જે હંમેશાં આનંદ ફેલાવે છે અને સીયા એટલે ચંદ્રરાત્રી જેવી સુંદર

વાચ્યાઃ આ શબ્દનો અર્થ થાય છે કે એવી વ્યક્તિ જે દરેક વાતને ખૂબ સુંદરતાપૂર્ણક રજૂ કરે છે 

વાનિકાઃ સીતાજીનું મોટાભાગનું જીવન જંગલમાં વિત્યું છે. આથી વનમાં રહેનારી વાનિકા તરીકે પણ તેઓ ઓળખાય છે

સીતાશીઃ માતા સીતા જેવા દૈવાયી ગુણોથી ભરપૂર સીતાશી. સહનશક્તિ અને ધૈર્ય અને દૃઢ મનોબળના ગુણ સીતાજી પાસે હતા

ક્ષિતિજાઃ માતા સીતાનો જન્મ ખેતર ખેડતી વખતે થયો હતો. આથી ખુલ્લા આકાશ નીચે જન્મેલા સીતામૈયાને ક્ષિતિજા પણ કહેવાય છે.