Watermelon અંદરથી લાલ અને મીઠું છે કે નહીં આ રીતે ઓળખો...

અત્યારે ધમધોકાર ગરમી પડી રહી છે ત્યારે કલિંગરની માગણીમાં વધારો જોવા મળે છે

પરંતુ આ કલિંગર ખરીદતી વખતે હંમેશા એક સમસ્યા સતાવે છે

આ સમસ્યા એટલે લાલ, મીઠું અને સરસ કલિંગર કઈ રીતે શોધવું?

અમે આજે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ

કલિંગર ખરીદતી વખતે હંમેશા તેનો આકાર બધી બાજુએથી સારો છે એ તપાસી લો

કલિંગરનો બહારનો કલર ડાર્ક ગ્રીન હોવો જોઈએ તેમ જ તેના પર પીળા રંગની લાઈન હોવી જોઈએ

કોઈ જગ્યાએ નરમ તો કોઈ જગ્યાએ ડાઘ હોય એવું કલિંગર લેવાનું ટાળો

આંગળીથી કલિંગર પર ટકોરા મારી જુઓ, જો ટકોરાનો અવાજ બરાબર આવે તો તે કલિંગર એકદમ મીઠું અને રસાળ છે.

આ સિવાય જો કલિંગર પાકેલું હશે તો તેનું વજન તેના આકારની સરખામણીએ વધુ હશે

વધારે વજન કલિંગરની અંદર પાણીનું પ્રમાણ વધુ હોવાનું જણાવે છે

કલિંગરની એવી બાજુ કે જ્યાંથી તેનું મૂળ દેખાય છે એ જગ્યા પીળી કે ગોલ્ડન હોવી જોઈએ