આજકાલ નાના-મોટા સૌ કોઈને લીવર પર સોજો આવી જવાના કે લીવર બરાબર કામ ન કરતું હોવાના કેસ વધી રહ્યા છે.

લીવર શરીરમાં લોહીને શુદ્ધ કરે છે. લોહીમાંથી બગાડ અને અશુદ્ધી બહાર કાઢે છે, જે ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે.

આથી આપણે લીવર હેલ્ધી રહે અને ડિટોક્સ થતું રહે તેની તકેદારી રાખવી જોઈએ

તમારા આહારમાં એવી વસ્તુઓ રાખો જે લીવરને હેલ્ધી રાખે અને તમને પણ...

એન્ટિઑક્સિડેન્ટથી ભરપૂર  કિશમિશ રોજ ખાવાનું લીવર માટે ઘણું ફાયદાકારક છે. રેવેરાટ્રોલ નામનું એન્ટિઑક્ટિડેન્ટ લીવરને સાફ રાખે છે

આ સાથે બદામ પણ એન્ટિઑક્સિડેન્ટથી ભરપૂર છે, સાથે તેમાં હેલ્ધી ફેટ્સ અને વિટામિન E પણ છે.

અખરોટમાં હેલ્ધી ફેટ હોય છે અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે લીવર પર સોજો આવતો અટકાવે છે.

અંજીર વિટામિન્સ, મિનરલ્સ અને ફાયબરથી ભરપૂર છે, જે લીવરને સાફ અને હેલ્ધી રાખે છે.

આ તમામ વસ્તુઓ તમને ભલે બજારમાં મોંઘા ભાવે મળતી હોય, પરંતુ તમારા લીવરના રક્ષણ માટે જરૂરી છે.

આ સાથે દારૂના સેવનથી દૂર રહેવાનું અને વધારે પડતા તૈલી પદાર્થો ન ખાતા હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખવી પણ જરૂરી છે.

આ પ્રાથમિક માહિતી છે. તમે તમારા તબીબ નિષ્ણાતની સલાહને અનુસરો તે આવશ્યક છે.