તડકો ન નીકળતો હોવાથી ઘરમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે, મચ્છર સાથે બીમારી પણ લાવે છે
મચ્છર મારવાના અમુક ઘરેલું નુસ્ખા અમે તમને જણાવી રહ્યા છીએ, જે બજારમાં મળતી દવાઓ કરતા વધારે પરિણામ લાવશે
તમારે એક મોટો કાંદો લઈ તેને કટોરી શેપમાં કાપવાનો છે. તેમાં કપૂર, લવિંગ અને સરસોનું તેલ નાખવાનું છે
ત્યારબાદ સાંજના સમયે જ્યારે મચ્છરો હોય ત્યારે તેમાં રૂની એક વાટ મૂકી તેનો દીવો કરશો એટલે મચ્છર ગાયબ થઈ જશે
તમે કડવા લીમડાના સૂકા પાંદડા અને અને લવિંગનો ધૂમાડો કરી આખા ઘરમાં ફેલાવી દો તો પણ મચ્છર ભાગશે
તમે નાળિયરેનું તેલ અને કડવા લીમડાનું તેલ મિક્સ કરી શરીર પર લગાડી શકો. સ્કીન સારી રહેશે અને મચ્છર નજીક નહીં આવે
મચ્છર ઘરની આસપાસ ન આવે તે માટે સૌથી પહેલા તો સાફસફાઈનું ધ્યાન રાખો અને ગંદુ પાણી ન ભરાય તે જૂઓ
તેમ છતાં જ ઘર-સોસાયટીમાં બહુ મચ્છર થઈ ગયા હોય તો પાલિકાને બોલાવી દવાનો છંટકાવ કરાવો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો