શિયાળામાં શાકભાજી મબલખ આવે છે અને ઠંડીના મોસમમાં ખાવાપીવાની મજા પણ આવે છે

આ સિઝનમા્ં ફ્લાવર અને કૉબીજ પણ પુષ્કળ આવે છે. ફ્લાવરના વિવિધ ઉપયોગ અને કૉબીજ સલાડમાં પણ વપરાય છે

...પણ આ બન્ને શાક સાફ કરી ખાવા જરરી છે. તેમાના જીવજંતુઓને લીધે ઘણા તેને ખાવાનું ટાળે છે

તો આવો જાણીએ આ શાકભાજીને ઝટપટ સાફ કરવાનો સરળ ઉપાય

એક તપેલીમાં પાણી નાખી, તેમાં એક નાની ચમચી નમક નાખો અને તેને ગેસ પર એકાદ મિનિટ ગરમ થવા દો

ફ્લાવરના નાના ટૂંકડા કરી તેને આ પાણીમાં નાખો અને એક મિનિટ રહેવા દો. કચરો અથવા જીવજંતુ આપોઆપ છૂટા પડી જશે

બ્રોકલી અથવા ફ્લાવરને બરફના એકદમ ઠંડા પાણીમાં થોડીવાર રાખો. પછી તેને સાફ કરી ઝીપબેગમાં ભરી ફ્રીજમાં મૂકી દો.

કૉબીજને પહેલા બરાબર કાપી ધોઈ લો. ત્યારબાદ એક સાદા પાણીના બાઉલમાં વિનેગર નાખી તેમાં કૉબીજ નાખો. વિનેગર બેક્ટેરિયા અને જીવજંતુઓ કાઢવામાં મદદ કરશે

કૉબીજના બધા પત્તા અલગ કરી લો. એક બાઉલમાં પાણી અને હળદર પાઉડર નાખી તેને ઉકાળો અને પત્તા મિક્સ કરો. થોડીવારમાં પત્તા એકદમ સાફ થઈ જશે

આ તમામ ટ્રીક્સ તમે તમારી સમજ અને અનુભવ પ્રમાણે અજમાવો