માનો કે ન માનો પણ ઘણીવાર તમારા સુખ કે સફળતા પર કોઈની ખરાબ નજર પડે છે અને તમને નુકસાન થઈ શકે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેમની કુંડળીમાં ચંદ્રમા નબળો હોય તે લોકો આ નજરદોષના શિકાર થતા હોય છે
પણ સાદા, સીધા સરળ લોકોને ખબર કઈ રીતે પડે કે કોઈની નકારાત્મક દૃષ્ટિ તેમના પર પડી છે?
તો આ માટે એવા સંકેતો છે જે તમને સાબદા કરી દેશે કે તમારા પર કોઈની ખરાબ નજર પડી છે
સૌથી પહેલા જો કાગડો તમારા ઘરે હાડકાનો ટુંકડો ફેંકે તો માનજો કે તમે નજરદોષના શિકાર બન્યા છો
જો તમારા નખ વિના કારણે ખરાબ થવા લાગે અથવા તૂટવા લાગે તો પણ તમારા પર ખરાબ દૃષ્ટિ પડી હોય છે
તમે સતત બેચેન રહેતા હો, ઊંઘ ન આવતી હોય અને રાત્રે ખરાબ સપના આવતા હોય તો તમારા પર ખરાબ નજરની અસર હોઈ શકે
જોકે ઈશ્વર અથવા તો જે કોઈ દૈવીય શક્તિ હોય તે આ બધાથી વધારે શક્તિશાળી હોય છે, આથી ગભરાશો નહીં
તમારા સારા કર્મો અને સકારાત્મક ઉર્જા તમારું રક્ષણ કરશે. છતાં તમે ઈચ્છો તો યોગ્ય નિષ્ણાતની મદદ લઈ શકો