અતુલ સુભાષની આત્મહત્યાએ પતિ-પત્ની કે સ્ત્રી-પુરુષ વચ્ચેની ટોક્સિક રિલેશનશિપના મુદ્દાને પણ છેડ્યો છે
પ્રેમસંબંધો કે વૈવાહિક જીવન સ્ત્રી કે પુરુષ માટે ઘણીવાર નર્ક
સમાન થઈ જાય છે અને તેનો કરૂણ અંજામ પણ આવે છે
તો કઈ રીતે નક્કી કરશો કે તમારી રિલેશનશિપ ટૉક્સિક થઈ ગઈ છે
? આ માટે અમુક સંકેતો છે જેને તમે નજરઅંદાજ ન કરો
જો તમારા સંબંધોમાં સંવાદનું સ્થાન અપમાન લે, દલીલોનું સ્થાન લડાઈ-ઝગડો લઈ લે અને પ્રેમને બદલે માત્ર તકરાર થાય તો ચેતી જાઓ
તમારો સાથી તમને સતત અવગણે છે
, તમારી ભાવનાઓને સમજતો નથી તો સમજો કે આ ટૉક્સિક રિલેશનશિપની શરૂઆત છે
ટીકા-ટીપ્પણીઓ બરાબર છે, પરંતુ સતત તમારી દરેક વાતની ટીકા થતી હોય, તમને ઉતારી પાડવામાં આવતા હોય તો આ એક એલાર્મ છે
તમારી સારી વાતો કે સિદ્ધિઓની કદર કરવામાં ન આવે અને તમારા પર સતત કોઈ માલિકીભાવ બતાવે તો સંબંધોમાં ખામી છે
જો તમારી પર્સનલ સ્પેસ જોખમાતી હોય અને સામી વ્યક્તિ પોતાની સ્પેસ માણતી હોય તો આ રિલેશનશિપ ટોક્સિક થઈ રહી છે
તમારા સાથીની હાજરી તમને અકળાવે, તમને અસુરક્ષાનો અનુભવ કરાવે ત્યારે સમજજો કે આ સંબંધ ટોક્સિક થઈ ગયો છે
સંબંધોમાં બાંધછોડ ચોક્કસ કરવાની હોય, પરંતુ સમાધાન અને સમન્વય બન્ને પક્ષે થવો જોઈએ. જો એકતરફી થાય તો તે સંબંધમાંથી સમયસર બહાર નીકળી જવું હીતાવહ છે
સંબંધોના મૂળમાં પ્રેમ, સન્માન અને વિશ્વાસ હોવો જરૂરી છે. આ સાથે એકબીજા સાથે સંવાદ અને સ્પષ્ટતા પણ એટલી જ જરૂરી છે
તમારા સંબંધો માટે તમે રિલેશનશિપ એક્સપર્ટ અથવા તો મિત્રો કે સ્વજનોની સલાહ પણ લઈ શકો છો.