હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

વાળને સ્વસ્થ રાખવા તેને નિયમિત ધોવા અનિવાર્ય છે અને વાળની બરાબર સંભાળ લેવાય તો જ તે હેલ્ધી રહે છે

...પણ આ સાથે તમે હેર વૉશ કઈ રીતે કરો છો તે પણ મહત્વનું છે.

યોગ્ય રીતે હેર વૉશ થાય તો હેર ફોલ, ગ્રે હેર, ડ્રાય હેર જેવી સમસ્યાથી છૂટકારો મળે છે

તો ચાલો આયુર્વેદ પ્રમાણે વાળ ધોવાની સાચી રીત કઈ છે તેની ટીપ્સ તમને આપીએ

વાળને હંમેશાં ઠંડા પાણીથી જ ધોવા. ગરમ પાણી તમારા વાળનું નેચરલ ઓઈલિંગ ઓછું કરી નાખશે, હેર ડ્રાય થઈ જશે

વાળ ધોયા બાદ તેને સૂકાઈ જવા દો ત્યારબાદ તેને કૉમ્બ કરવા, જેથી વાળ તૂટે નહી

વાળ ધોયા બાદ તેને કુદરતી પ્રકાશ અને હવાથી સૂકા થવા દો. હેર ડ્રાયરનો વપરાશ ટાળો

વાળ સૂકાઈ તો ગૂંચ કાઢવા માટે તેને મોટા દાંતાવાળા દાંતિયાથી ઓળાવો. વાળમાં દાંતિયો ફેરવતા રહો જેથી બ્લડ સર્ક્યુલેશન થતું રહે.

જો તમે તેલ નાખવાનું પસંદ કરતા હો તો આગલી રાત્રે જ તેલ નાખો. તેલવાળા વાળ લઈ શક્ય હોય તો ધૂળ-માટીમાં જવાનું ટાળો

હેર ઓઈલમાં મેથી દાણા, સિતાફળના બીજ, કડવા લીંબડાના પત્તા વગેરે નાખી તેને ઉકાળીને મસાજ કરી શકાયા

જ્યારે ધૂઓ ત્યારે તેલ નીકળી જાય તે ખાસ જૂઓ. આ સાથે શેમ્પુ પણ નીકળી જાય તેનું ધ્યાન રાખો. જેથી વાળ સૂકા અને બેજાન ન રહે.