ફળોનું સેવન આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવ્યું છે, પરંતુ કેટલાક એવા ફ્રૂટ કોમ્બિનેશન હોય છે કે જેને ક્યારેય સાથે ના ખાવા જોઈએ

આજે અમે અહીં તમને આવા જ બે ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ કયા છે આ ફળ-

નિષ્ણાતોના મતે કેળા અને પેરુ બે એવા ફળ છે કે જેને ક્યારેય સાથે ના ખાવા જોઈએ

હવે તમને સવાલ થશે કે આખરે આવું કેમ? તો તમારા આ સવાલનો જવાબ પણ આપી જ દઈએ

હવે તમને સવાલ થશે કે આખરે આવું કેમ? તો તમારા આ સવાલનો જવાબ પણ આપી જ દઈએ

આ બંને ફ્રુટ્સ સાથે ખાવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓ સતાવી શકે છે

એક્સપર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો પેરુ એ એસિડિક pH ધરાવતું ફળ છે અને કેળાએ એકદમ સ્વીટ હોય છે

આ બંને ફળ એક સાથે ખાવાથી ગેસ, માથાનો દુઃખાવા જેવી વિવિધ સમસ્યા સતાવી શકે છે

જોકે, આ બંને ફળ અલગ અલગ ખાવાથી હેલ્થને પુષ્કળ ફાયદો થાય છે

કેળામાં રહેલું ફાઈબર, લો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ બ્લડ સુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે, તેમાં રહેલી કેલરી અને નેચરલ શુગરથી એનર્જી મળે છે

પેરુમાં એન્ટિમાઈક્રોબાઈલ ગુણ હોય છે જે રોગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે