લાલ નહીં લીલા ટમેટાના ફાયદા છે અનેક
દરેકના ઘરમાં લાલ ટમેટાનો જ વધારે ઉપયોગ થતો હોય છે. બાળકોના કેચ અપથી શરૂ કરી અનેક ખાદ્ય પ
દાર્થોમાં લાલ ટમેટા વપરાય છે.
પણ આજે આપણે લાલ નહીં, લીલા ટમેટાની વાત કરવી છે. લીલા ટમેટામાં ઘણા પોષક તત્વો છે અને તે ઘણા રોગોમ
ાં કામ આવે છે
કાચા કે લીલા ટમેટાનો પહેલો ફાયદો એ છે કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
કાચા ટમેટામાં કેલરી ઓછી અને ફાયબર ભરપૂર છે, આથી પચવામાં સહેલા છે અને પેટ ભરેલું રહેવાથી ભૂખ લાગતી નથી
ફાયબર સાથે પોટેશિયમ પણ હોવાથી લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે, જેથી હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે
લીલા ટમેટા તમને કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત આપે છે. ફાયબરને લીધે ગેસ, અપચો વગેરે પણ નથી થતાં
લીલા ટમેટામાં એન્ટિ ઑક્સિડેન્ટ અને વિટામિન સી પણ હોય છે, આથી ત્વચા પરનું સુષ્કતાપણુ દૂર થાય છે, ચહેરા પર ચમક આવે છે
લીલા ટમેટામાં કેલ્શિયમ પણ છે. નિયમિત સેવન કરવાથી હાડકા સંબંધી સમસ્યા ધરાવતા દરદીઓ માટે પણ લાભદાયી છે
ગ્યાસેમિક ઈન્ડેક્સ ઓછું હોવાથી લાઈફસ્ટાઈલ ડિસિઝ ડાયાબિટિસના દરદીઓને પણ લીલા ટમેટા લાભદાયી નિવડે છે.
લીલા ટમેટા કાચા ખાઈ શકાય છે. તેનું ગોળવાળું અથાણું પણ થાય છે, પણ જો આરોગ્ય માટે ખાવા હોય તો કાચા જ ખાવા હીતાવહ છે
આ પ્રાથમિક માહિતી છે, તમે તમારા નિષ્ણાતની સલાહ લઈ અમલમાં મૂકી શકો છો.