વર્ષ 2024 ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે એવા સમયે ગુગલે સૌથી વધુ સર્ચ કરાયેલી વસ્તુઓની યાદી બહાર પાડી છે.

googleએ 2024 માં ભારતના લોકોએ તેમની ઋચિ અનુસાર શું વધારે સર્ચ કર્યું એ જણાવ્યું છે.

રિપોર્ટ અનુસાર આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLને ગુગલ પર લોકોએ સૌથી વધુ સર્ચ કર્યું હતું.

ત્યારબાદ T-20 વર્લ્ડ કપ બીજા નંબર પર હતો. 

ભારતીય જનતા પાર્ટી ત્રીજા સ્થાને અને લોકસભાની ચૂંટણીના પરિણામો ચોથા સ્થાને હતા. 

આવનારી ઓલમ્પિકસ પણ google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી ટોપ ફાઈવમાં રહી છે.

આ ઉપરાંત રતન ટાટા, કોંગ્રેસ, પ્રો કબડ્ડી લીગ અને ઇન્ડિયન સુપર લીગ પણ સૌથી વધુ સર્ચ થઈ હતી.

જો આપણે ફિલ્મો વેબ સિરીઝ અને ટીવી શોની વાત કરીએ તો અમુકે  ઘણી હેડલાઇન્સ બનાવી છે.

 સંજય લીલા ભણસાલીની વેબસરીઝ હીરામંડી ખુબ સર્ચ કરવામાં આવી હતી.

ત્યાર પછી મિર્ઝાપુર બિગ બોસ અને પંચાયત સીરીઝની સર્ચ કરવામાં આવી હતી.