ડાર્ક અન્ડરઆર્મ્સથી આ રીતે મેળવો છૂટકારો

બે-ચાર દિવસની વરસાદી રાહત બાદ ફરી ગરમીએ જોર પકડ્યું છે. ગરમીમાં ખાસ સ્લીવલેસ પહેરવાનું મન થાય છે. 

પણ ઘણી મહિલાઓ સ્લીવલેસ આઉટફીટ પસંદ નથી કરતી તેનું એક કારણ કાળો પડી ગયેલો હાથ નીચેનો બગલનો ભાગ હોય છે. 

તો આ સમસ્યાના હલ માટે અમે અમુક ઘરેલું ઉપચાર તમને સજેસ્ટ કરી રહ્યા છીએ. તમે ટ્રાય કરો અને અમને જણાવજો રિઝલ્ટ મળ્યું કે નહીં

સૌ પ્રથમ એક બાઉલમાં લીંબુનો રસ અને બેકિંગ સોડા લો. તેની પેસ્ટ બનાવી તેને કાળા પડી ગયેલા ભાગ પર લગાવો

આ પેસ્ટ પર નીચોવી લીધેલું લીંબુ લઈ રગડો. દસ મિનિટ રગળ્યા બાદ આ ભાગને સ્વચ્છ પાણીથી સાફ કરી લો

બીજી ટીપ પ્રમાણે તમારે અડધુ કાપેલું કાચું બટેટું લઈ તેને મિક્સચરમાં પીસી તેમાં લીંબુનો રસ નાખી તે પેસ્ટને કાળા પડી ગયેલા ભાગ પર લગાવો

આ પાણીને તમારે રૂ વડે બગલ પર લગાવી 20થી 25 મિનિટ માટે રાખવાનું છે અને પછી સ્વચ્છ પાણીથી સાફ કરવાનું છે

તમે અડધી ચમચી હળદર અને બેકિંગ સોડામાં ગુલાબજળ અથવા કાચું દૂધ નાખી પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો

આ પેસ્ટ તમારે અડધી કલાક સુધી રાખવાની છે અને પછી સાફ કરી લેવાનું છે. હળદરના ગુણો કાળાશ દૂર કરવામાં મદદ કરશે

આ તમામ પ્રયોગ ન્હાતા પહેલા જો તમે એકાદ મહિના માટે કરશો તો પરિણામ આવશે. છતાં તમારા બ્યૂટી એક્સપર્ટને પૂછયા બાદ અમલમાં મૂકજો.