રાજેશ ખન્ના-શર્મિલા ટાગોર,અમિતાભ-રેખા, કાજોલ-શાહરૂખ ખાન આ બધી બોલીવૂડની ઑલટાઈમ ફેવરીટ જોડી છે
જુલાઈમાં રીલિઝ થનારી ફિલ્મ સૈયારાની જોડી પણ લોકોને ખૂબ ગમી રહી છે. અનિત પડ્ડા અને અહાન પાંડેની કેમેસ્ટ્રી યુવાનોને ગમી રહી છે
પણ આવનારા સમયમાં બીજી પણ જોડીઓ એવી છે જેમને જોઈને લાગી રહ્યું છે કે મોટા પદડા પર તેઓ કમાલ કરશે, તો કઈ છે આ જોડી?
ઈમ્તિયાઝ અલીની ફિલ્મનું નામ નક્કી નથી થયું પણ તેની ઈન્ટેન્સ લવસ્ટોરીમા શર્વરી અને વેદાંગ રૈના જોડી જમાવશે
ઊઈ અમ્મા ફેમ રાશા થડાની અને અભય વર્મા લૈકા-લૈકીમાં જોડી જમાવી રહ્યા છે. આ ફિલ્મની સેટ પર જવાની તૈયારી કરી રહી છે
અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદા અને સિમર ભાટિયાને ઈક્કિસ ફિલ્મમાં જોવા સૌ કોઈ ઉત્સુક છે.
આ ફિલ્મ સૌથી યુવાન પરમવીર ચક્ર મેળવનાર લેફ્ટનન્ટ અર્જુન ખેતરપાલની બાયોપિક છે, જેમાં અગત્સસ્ય લીડ રોલ કરી રહ્યો છે
સંજય કપૂરની દીકરી શનાયા કપૂર આદર્શ ગૌરવ સાથે તું યા મૈંમાં દેખાશે. આનંદ રાયના નિર્દેશનમાં બની રહેલી આ એક સાઈકોલોજિકલ થ્રિલર છે
આ સાથે લક્ષ્ય અને અનન્યા પાંડે ચાંદ મેરા દિલ નામની ફિલ્મમાં એકસાથે દેખાવાના છે. આ પણ એક લવસ્ટોરી છે