આજકાલ દરેક વ્યક્તિ પાસે એટીએમ કાર્ડ (ATM Card) હોય છે અને લગભગ દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરતાં પણ હોય છે

જોકે, મોટાભાગના લોકોને આ એટીએમનું ફૂલફોર્મ નથી ખબર હોતી, શું તમને ખબર છે આનો જવાબ? 

99 ટકા લોકોને આ સવાલનો સાચો જવાબ નથી ખબર હોતી, ચાલો તમને જણાવીએ... 

એટીએમનું ફૂલફોર્મ છે Automated Teller Machine (ATM)

એટીએમની શોધ કોણે કરી હતી એ વિશે વાત કરીએ તો એટીએમની શોધ જોન શેફર્ડ બેરને કરી હતી

સૌથી પહેલું એટીએમ મશીન લંડનના બાર્કલેસ બેંક દ્વારા 1967માં લગાવવામાં આવ્યું હતું

આ એક ઈલેક્ટ્રોનિક મશીન છે જે કમાન્ડ મળતાં પોતાની જાતે જ કામ કરવા લાગે છે

ઘણી જગ્યાએ લોકો એને કેશન મશીનના નામથી પણ ઓળખે છે

એટીએમની મદદથી તમે ગમે ત્યારે ગમે ત્યાંથી બેંકમાં ગયા વિના કાર્ડની મદદથી પૈસા ઉપાડી શકો છો

આ ઉપરાંત મશીનની મદદથી પૈસા ડિપોઝિટ, ટ્રાન્સફર, બેલેન્સ ચેક કરવા, પાસબુક અપડેટ કરવા જેવા વિવિધ કામ કરી શકાય છે