સંસ્કૃત ભાષાને સૌથી પ્રાચીન ભાષાનો દરજ્જો પ્રાપ્ત છે.
આ ભાષાને દેવવાણી કે દેવતાઓની ભાષા પણ કહેવાય છે.
સમયની સાથે સંસ્કૃત બોલતા અને વાંચતા લોકોની સંખ્યા ઘટી રહી છે.
હાલમાં હિંદી અને અંગ્રેજીને વધુ મહત્વ અપાય છે.
પણ ભારતના આ ગામોમાં હજુ પણ સંસ્કૃત બોલાય છે.
મધ્ય પ્રદેશના ઝીરી ગામમાં માતૃભાષા તરીકે સંસ્કૃત છે. લગ્ન વિધિઓમાં પણ સંસ્કૃતમાં ગીતો ગવાય છે.
કર્ણાટકના શિમોગામાં આવેલા મટ્ટુર ગામની દરેક વ્યક્તિ સંસ્કૃત બોલે છે.
કર્ણાટકના મટ્ટુર પાસે આવેલા હોસાહલ્લી ખાતે વિશ્વભરના લોકો સંસ્કૃત શીખવા આવે છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગણોરા ગામના બધા લોકો સંસ્કૃત બોલે છે.
ઓડિશાના સાસાણા ગામમાં કવિ કાલિદાસની પૂજા કરાયછે અને સંસ્કૃત બોલી બોલાય છે.