ચોમાસાની ઋતુ બરાબર જામી છે ત્યારે ઠેર ઠેર મકાઈના શેકેલા ડોડા મળી રહ્યા છે

લોકો ઘરે પણ મકાઈના ડોડા શેકે છે, મકાઈના દાણા બાફીને મસાલો ઉમેરી મોજથી ખાય છે

તો ચાલો આજે વાત કરીએ મકાઈના દાણામાં રહેલા પોષક તત્વોની

મકાઈમાં ડાયેટરી ફાયબર, મેગ્નેશિયમ છે અને એન્ટિઑક્સિડેન્ટ્સ પણ છે, આથી પાચન સારું થાય છે

મકાઈના દાણામાં લ્યૂટિન અને જૈક્સેન્થિન જેવા એન્ટિઑક્સિડન્ટ છે, જે આંખની રોશની માટે ખૂબ જરૂરી છે

મકાઈમાં વિટામિન C છે, જે શરીરને સ્ફૂર્તિ આપે છે અને રોગપ્રતિકારકશક્તિ પણ વધારે છે

મકાઈમાંનું પોટેશિયમ અને એન્ટીઑક્સિડેન્ટ હાર્ટ હેલ્થ માટે સારું માનવામાં આવે છે

તમે મકાઈના દાણા સલાડમાં ઉપયોગમાં લઈ શકો છો, એમ જ ખાઈ શકો છો, છતાં નિષ્ણાતને પૂછીને સેવન કરજો