શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિ હેલ્થ બેનેફિટ્સ

અત્યારે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ધીમા-ધીમા પગલે શિયાળો દાખલ થઈ રહ્યો છે

અને એની સાથે જ બજારમાં શિયાળામાં મળતા ફ્રૂટ્સ અને શાકભાજીનું આગમન પણ શરુ થઈ ગયું છે

આજે અમે અહીં તમને શિયાળામાં મળતાં આવા જ એક ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના સેવનથી અગણિત હેલ્થ બેનેફિટ્સ મળે છે

આ ફળ છે સીતાફળ જેને લોકો કસ્ટર્ડ એપલ, શરીફા જેવા અલગ અલગ નામથી પણ ઓળખે છે

સીતાફળમાં કેલ્શિયમ, ફાઈબર, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સ જેવા પોષક તત્વો જોવા મળે છે

નિષ્ણાતોને મતે સીતાફળમાં સફરજન કરતાં વધુ કેલરી હોય છે જેનું સેવન કરવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે, અશક્તિ વર્તાતી હોય તો સીતાફળ ખાવું જોઈએ

આ સિવાય સીતાફળમાં વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ મોટા પ્રમાણમાં જોવા મળે છે જેને કારણે ઈમ્યુનિટી બુસ્ટ થાય છે 

સીતાફળનું સેવન કરવાથી હાડકાં મજબૂર બને છે અને આર્થ્રાઈટિસ જેવી સમસ્યામાં સીતાફળનું સેવન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે

સ્કીન અને હેર કેરમાં પણ સીતાફળ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમાં રહેલાં વિટામિન એને કારણે આંખો માટે પણ સીતાફળ રામબાણ ઈલાજ છે

મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે સીતાફળ હાર્ડને હેલ્ધી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે