બદામ તન અને મન બન્ને માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે, મોંઘી હોવા છતાં લોકો ખાય છે

પણ જો તમે બદામ ખોટી રીતે ખાવ છો, તો ફાયદો નહીં પણ નુકસાન ચોક્કસ થશે તે યાદ રાખજો

સુપર ડ્રાયફ્રુટ તરીકે ખાવામા આવતી બદામ આરોગ્યની દૃષ્ટિએ કઈ રીતે ખાવી જોઈએ, આજે તેની વાત કરીએ

લોકો સોલ્ટેડ બદામ અથવા તો ડીપ ફ્રાઈડ બદામ ખાય છે, પરંતુ આ તમારી કેલરી વધારશે, વજન વધશે

આવી જ રીતે શૂગર ક્વોટેડ બદામ પણ બજારમાં મળે છે અને ખવાય છે, પણ તે પણ વજન વધારવાનું કામ કરે છે

જો તમે સ્ટોરમાંથી લાવેલી બદામ ખાતા હોવ તો પણ તે કબજિયાત, ગેસ અને પેટની સમસ્યા ઊભી કરી શકે છે

તો કઈ રીતે ખાવી ભઈ? હા, તમારે બદામ રાત્રે પલાળી, સવારે તેની છાલ ઉતારીને જ ખાવાની છે

આમ કરવાથી ફાઈટિક એસિડ જેવા તત્વો ઓછા થાય છે અને ગટ હેલ્થ સારી બને છે, પોષકતત્વો શરીરમાં જાય છે

આ સાથે બદામને સૂકા અને ઠંડા વાતાવરણમાં એક એરટાઈટ કન્ટેનરમાં જ સ્ટોર કરવામાં આવે તે જરૂરી છે

બદામ મન અને શરીર માટે સારી છે, પરંતુ તેનો નિયમિત ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટને પૂછવું જરૂરી છે