ભોજનના ભાગ તરીકે વઘારેલી, મસાલાવાળી દાળ ખવાઈ છે, પણ અસલી પોષક તત્વો તો દાળના પાણીમાં છે
દાળનું પાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ તો રહે છે, પરંતુ વજન પણ ઘટે છે તેના વિશે જાણો છો?
હા, લીલી દાળ એટલે કે મગની દાળનું પાણી ડિટોક્સિફાઈંગ એજન્ટ તરીકે કામ કરે છે અને ફાયબર પણ આપે છે
આથી ફેટ પચાવવાની ગતિ વધે છે અને શરીર સાફ રહે છે. પાચનને લગતી સમસ્યા પણ થતી નથી
મગની દાળનું પાણી આંતરડામાં ફેલાય છે અને મળને છૂટો પાડે છે, આથી કબજિયાતથી છૂટકારો મળે છે
મગનું પાણી આંતરડાને ચરબી પચાવવામાં મદદ કરે છે, આથી ચબરી જમા થતી નથી અને વજન વધતું નથી
ફાયબરથી ભૂરપૂર હોવાને લીધે તમે મગનું પાણી પીઓ એટલે પેટ ભરેલું રહે છે અને ઓવરઈટિંગ થતું નથી
મગદાળનું પાણી ફેટ મેટાબોલિઝમને વધારે છે આથી શરીરમાં જમા વધારાની કેલરી બર્ન થઈ જાય છે.
મગદાળનું પાણી તમને આખો દિવસ તાજા અને ચુસ્ત રાખે છે. આનું સેવન તમે ડોક્ટરની સલાહ મુજબ કરજો.