ભાગદોડવાળી જિંદગીને લીધે અથવા તો આળસને લીધે આપણે 24 કલાકમાંથી એક કલાક પણ આપણા શરીર-મન માટે નથી કાઢતા
દિવસમાં જરૂરી એટલો શરીરશ્રમ કે કસરતો ન થતી હોવાથી શરીર-મન વહેલું શુષ્ક અને થાકે
લું થઈ જાય છે,
હવે જો તમારે લાંબો સમય સુધી યંગ અને ચાર્મિગ દેખાવું હોય તો? તો આ વાંચો અને આજથી જ શરૂ કરો સ્ટ્રેચિંગ ફોર 10 મિનિટ્સ
ઉંમર વધતા જ મસલ્સ શિથિલ થાય છે. સ્ટ્રેચિંગ કરવાથી તે મજબૂત થાય છે અને થાક લાગતો નથી
સ્ટ્રેચિંગથી શરીર હલકુ થશે અને સાંધા કે અન્ય કોઈ દુઃખાવાથી રાહત મળશે. શરીર ફ્લેક્સિબલ રહેશે
સ્ટ્રેચિંગથી લોહીનું સરક્યુલેશન બરાબર થાય છે અને તેથી તમારી ત્વચાને ઓક્સિજન મળે છે ચહેરો ગ્લો કરે છે
સ્ટ્રેચિંગ જો તમે ખુલ્લી જગ્યામાં કરી શકો વધારે સારું. તમને દિવસભર થાક નહીં લાગે અને મન પણ આનંદીત રહેશે
તો તમાર શરીર-મન માટે તમે દસ મિનિટ તો આપશો ને? પણ હા, પહેલીવાર સ્ટ્રેચિંગ કરો ત્યારે નિષ્ણાતની સલાહ ચોક્કસ લેજો.