તિજોરીમાં નહીં રાખતા આ વસ્તુઓ નહીં તો કંગાળ થઈ જશો

ઘરમાં પૈસા અને કીમતી વસ્તુઓ રાખવા માટે આપણે તિજોરીનો ઉપયોગ કરીએ છીએ, જે મોટાભાગે દરેકના ઘરમાં જોવા મળે છે.

વાસ્તુ અનુસાર તિજોરીમાં રોકડ, સોનું, ચાંદી ઝવેરાત અને અન્ય વસ્તુઓ રાખવામાં આવે છે.

શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ તિજોરીમાં ના રાખવી જોઈએ

વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીમાં કાળા કપડામાં ઘરેણા અને પૈસા લપેટીને ના રાખવા જોઈએ. આનાથી લક્ષ્મી માતાના રાજ થાય છે.

તિજોરીમાં વાસણો ના રાખવા જોઈએ. આ ઉપરાંત ડાબા હાથથી પૈસાને સ્પર્શ કરવાથી પણ નુકસાન થાય છે.

ધાર્મિક ગ્રંથો ફાટેલા હોય તો તેને તિજોરીમાં રાખવા ના જોઈએ એ અશુભ ગણાય છે.

તિજોરીમાં અરીસો ના રાખવો જોઈએ. આમ કરવાથી પૈસાના પ્રવાહમાં અવરોધ આવે છે.

પરફ્યુમ પણ તિજોરીમાં ના રાખવું જોઈએ કારણ કે તે નકારાત્મકતાનું કારણ બને છે.

ઘરની તિજોરી પાસે સાવરણી ના રાખવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને તે આર્થિક નુકસાન કરે છે.