જો તમારી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ યોગ્ય હોય અને તમે ઋતુઓને અનુરૂપ જીવન જીવતા હો તો સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર જ નથી
ઘણા લોકોને અલગ અલગ એવી ઘણા સપ્લીમેન્ટ્સ લેવાની આદત હોય છે, પણ જો તમે આ સપ્લીમેન્ટ્સ સાથે લેતા હો તો ચેતી જજો
કેલ્શિયમ અને આયર્નઃ હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ અને એનર્જી માટે આયર્ન ટેબ્લ્સેટ્સ સાથે ન લેશો. કેલ્શિયમ આયર્નને એબ્ઝોબ થતા રોકે છે
ઝિંક અને કૉપરઃ ઝિંક ટેબ્લેટ્સ ઈમ્યુનિટી અને હોર્મોન્સ હેલ્થ માટે જરૂરી છે, પણ વધારે પડતું ઝિંક તમારા શરીરના કૉપર સ્ટોરેજને ખતમ કરે છે
વિટામિન-ઈ અને લોહી પાતળું કરવાની ટેબ્લેટ્સઃ એન્ટિ એજિંગ અને સ્કીન માટે વિટામિન-ઈ ટેબ્લેટ્સ લેવાય છે, પણ તે તમારું લોહી પણ પાતળું કરે છે
જો તમે અલગથી લોહી પાતળું કરવાની ટેબ્લેટ્સ લો તો સમસ્યા ઊભી થાય છે. આ સાથે ઓમેગા-3 એસ્પિરિન લેતા હો તો પણ વિટમિન-ઈ ન લેશો
મેગ્નેશિયમ અને કેલ્શિયમઃ હાડકાની મજબૂતી અને નર્વસ સિસ્ટમને મજબૂત કરવા આ બન્ને લેવાય છે, પણ તેનું બેલેન્સ જરૂરી છે
વધારે પડતું મેગ્નેશિયમ અને કેલ્શિયમ એકબીજાને નુકસાન કરે છે અને શરીરમાં તેનો પ્રસાર અવરોધે છે
વિટામિન ડી અને એઃ આ બન્ને ફેટમાં ભળી જનારા વિટામિન છે. બન્નેના હાઈડોઝ વિટામિન ટૉક્સિટી ઊભી કરે છે
આથી કોઈપણ સપ્લીમેન્ટ્સ લેતા પહેલા તમારા એક્સપર્ટની સલાહ ચોક્કસ લો અને કુદરતી રીતે હેલ્ધી રહેવાની કોશિશ કરો.