ધાર્મિક પૂજાવિધિ માટે અગરબત્તીનો ઉપયોગ થાય છે, જે માત્ર ભારત નહીં ગ્રીસ સહિતના દેશોમાં જોવા મળે છે

અગરબત્તી છાલ, બીજ, વૃક્ષોના થડ અને ફૂલોથી બનાવવામાં આવે છે જેથી તે પર્યાવરણને અનુરૂપ છે

અગરબત્તી માત્ર સુગંધ જ નથી આપતી, પણ સાથે સાથે શરીર-મનના આરોગ્ય માટે પણ લાભદાયી છે

અગરબત્તી એરોમાથેરેપીનું મહત્વનું અંગ છે. જે ચિંતા અને માનસિક તણાવ દૂર કરવા માટે વપરાય છે

કેમિકલરહીત અગરબત્તી સારી ઊંઘ માટે મદદરૂપ બને છે. સૂતા પહેલા ધ્યાન-યોગ કરતી વખતે અગરબત્તીની સુંગધ લેવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે

એરોમાથેરેપી અનુસાર અગરબત્તીથી માઈનગ્રેનની સમસ્યામાં રાહત મળે છે અને તેની સુગંધ એકાગ્રતા વધારે છે

કીટાણુંને દૂર રાખવા માટે અગરબત્તી સુરક્ષિત અને પ્રાકૃતિક ઉપાય છે. સિટ્રોનલા અને લેમોગ્રાસની અગરબત્તી મચ્છર-માખીને દૂર રાખે છે

અગરબત્તીને માનસિક શાંતિ માટે મહત્વની માનવામાં આવે છે. તે મૂડને સ્ટિમ્યુલેટ કરવા માટે મદદરૂપ થાય છે

બજારમાં અમુક સસ્તી સુગંધીદાર અગરબત્તી મળે છે, પરંતુ સારી કેમિકલરહિત અગરબત્તી વાપરવાથી ફાયદાઓ મળે છે

આ જાણકારી અમારા રિસર્ચ પર આધારિત છે. તમે યોગ્ય થેરેપિસ્ટની સલાહ અનુસાર અમલમાં મૂકી શકો છો