ઈન્ડિયન પ્રિમિયર લીગ-2025ની ત્રીજી જૂને ફાઈનલ મેચ રમાશે. ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ અને ઈન્તેઝારી હાલમાં ચરમસીમાએ છે

મુંબઈ સમાચાર

...પણ શું તમને ખબર છે આઈપીએલ પૂરી થશે પછી એક ખૂબ જ મહત્વનું કામ શરૂ થશે, જે આપણા જીવન માટે અનિવાર્ય ?

મુંબઈ સમાચાર

ચોંકી ગયા ને! હા, ઘણા ઓછા લોકોને ખબર છે કે આઈપીએલ ભારતભરમાં પર્યાવરણનું જતન કરે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

વાત એમ કે 2023થી બીસીસીઆઈ ભારતમાં દરેક ડૉટ બૉલ પાછળ અમુક વૃક્ષો વાવે છે.

વર્ષ 2023ની વાત કરીએ તો બીસીસીઆઈએ દર ડૉટ બોલ માટે દસ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો 

મુંબઈ સમાચાર

2023ની ટૂર્નામેન્ટમાં કુલ 500 ડૉટ બોલ ફેંકાયા હતા, જેના બદલામાં બીસીસીઆઈએ 5000 વૃક્ષ વાવ્યા હતા

મુંબઈ સમાચાર

2024માં બીસીસીઆઈએ એક ડૉટબોલ પાછળ દસ નહીં પણ 500 વૃક્ષ લગાવવાનો સંકલ્પ લીધો અને 800 ડોટબોલ માટે ચાર લાખ વૃક્ષ લગાવ્યા

મુંબઈ સમાચાર

2025માં પણ એક ડોટબોલ પાછળ 500 વૃક્ષનો સંકલ્પ છે. અગાઉના વૃક્ષો બેંગલોર, અસમ, ગુજરાતમાં લગાવાયા છે

મુંબઈ સમાચાર

આ વર્ષે મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તરાખંડ, ઓડિશા, તમીળનાડુ અને દિલ્હીમાં પણ વૃક્ષારોપણ થશે. જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધીમાં આ કાર્ય હાથ ધરાશે

મુંબઈ સમાચાર

આ કાર્યક્રમ અમુક સંસ્થાની મદદથી થાય છે અને તેઓ વૃક્ષોનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરે છે, પોસ્ટ પ્લાન્ટેશન પર પણ કામ કરે છે

મુંબઈ સમાચાર

આઈપીએલમાં જ્યારે પણ ડૉટ બોલ પડે છે ત્યારે સ્ક્રીન પર એક નાનકડું વૃક્ષ બતાવવામાં આવે છે, જે કહે છે કે ક્યાંક એક વૃક્ષ આકાર લેશે

મુંબઈ સમાચાર

તો આશા રાખો કે પૂરી થનારી આઈપીએલમાં બહુ મોટી સંખ્યામાં ડૉટ બોલ નંખાયા હોય જેથી આ સુંદર ધરતી લીલીછમ બની જાય

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો