નાભિમાં વિવિધ તેલ રેડવાના ફાયદા જાણો છો?
ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં નાભિને ખૂબ મહત્વનું અંગ માનવામાં આવે છે અને પગના તળિયાથી માંડી ચહેરા સુધીની બીમારી નાભિથી હલ થાય છે
નાભિમાં અલગ અલગ તેલ નાખી અલગ અલગ બીમારીથી છૂટકારો મેળવી શકાય છે ત્યારે ચાલો જાણીએ આ વિશે વિગતવાર
નાભિમાં સરસોનું તેલ નાખવાથી અપચો, કબજિયાત અને ગેસની સમસ્યાથી છૂટકારો મળે છે. આ સાથે પુરુષોની સેક્સ્યુઅલ લાઈફમાં પણ સુધારો આવે છે
જો તમને ઊંઘ ઓછી આવતી હોય કે ન આવતી હોય તો નાભિમાં ઘી અથવા તલનું તેલ લગાવવાથી ફાયદો થશે
નાભિમાં ગાયનું ઘી અથવા બદામનું તેલ નાખવાથી દૃષ્ટિ તેજ બનશે. સ્ક્રીનટાઈમ વધારે હોવાથી આંખો થાકી જતી હોય તો પણ રાહત મળશે.
નાભિમાં નાળિયેર, બદામ અથવા લીંમડાનું તેલ નાખવાથી ચહેરા પરના ડાઘ, ખિલ કે શરીરના અન્ય ભાગમાં થતા ફોડા દૂર થાય છે
નાભિ પર નાળિયરનું તેલ લગાડવાથી ફાટેલા હોઠ અને એડીની સમસ્યા થતી નથી અને ત્વચા મુલાયમ રહે છે
પિરિયડ્સથી જોડાયેલી દુઃખાવા કે વધારે-ઓછા રક્તસ્ત્રાવની સમસ્યાઓમાં બદામનું તેલ રાહત આપે છે
તમે નિયમતપણે નાભિ પર કોઈપણ તેલની માલિશ કરો તો તમારું એનર્જી લેવલ હાઈ રહે છે અને તમને માનસિક શાંતિ અને તાજગીનો અનુભવ થાય છે
રોજ રાત્રે સૂતા પહેલા તેલના બે ટીપા રેડવા, અથવા થોડું તેલ હાથમાં લઈ નાભી આસપાસ હળવા હાથે મસાજ કરવું
આ માહિતી અમારા સંશોધનના આધારે છે. આપ આપના તબીબી કે આર્યુવેદિક નિષ્ણાતની સલાહ લીધા બાદ જ પ્રયોગ કરજો.