ગ્લોબલ વૉર્મિગ અને ડિફોરેસ્ટેશનને કારણે માત્ર ઉનાળામાં નહીં વર્ષમાં મોટેભાગે એર કન્ડિશનર ચલાવવું પડતું હોય છે
બજારમાં વિવિધ કંપનીના AC મળે છે, જે પ્રમાણમાં મોંઘા હોય છે અને સાથે વીજબિલ પણ તોતિંગ આવે છે
તેવા સમયે તમારી માટે એ જાણવું જરૂરી છે કે તમે જે AC લીધું છે તેની સાથે તમને કેટલી વૉરંટી મળેલી છે?
જો તમે માનતા હો કે એક AC સાથે એક જ વૉરંટી મળે તો તમારી માહિતી ખોટી છે. એક એસી સાથે તમને ત્રણ વૉરંટી મળે છે
નવું એસી ખરીદો ત્યારે તમને ઓછામાં ઓછી એક વર્ષની પ્રોડક્ટ વૉરંટી મ
ળે છે જે ACના તમામ પાર્ટસને કવર કરે છે
આ સાથે તમને કૉમ્પ્રેસર વૉરંટી મળે છે. ઘણી કંપની પાંચ તો ઘણી કં
પની દસ વર્ષની વૉરંટી આપે છે
તમારી એક વર્ષની પ્રોડક્ટ વૉરંટી પૂરી થાય અને જો તમારું કૉમ્પ્રેસર ખરાબ થાય તો તમે આ વૉરંટીનો ઉપયોગ કરી શકો છો
આ ઉપરાંત ત્રીજી વૉરંટી તમને તમારા પીસીબી ઉપર મળે છે. મોટેભાગે પાંચ વર્ષ માટે મળતી આ વૉરંટીનો પણ તમે લાભ લઈ શકો છો.
તો હવે જ્યારે નવું એસી ખરીદો ત્યારે સૌથી પહેલા એ ચોક્કસ જાણો કે તમને આ ત્રણ વૉરંટી મળી રહી છે કે નહીં?
અને હા એક જવાબદાર નાગરિક તરીકે વૃક્ષો વાવો અને વૃક્ષો કપાતા બચાવો, જેથી કુરદતી ઠંડક મળી રહે અને પર્યાવરણ બચે