બાળપણમાં અકબર-બીરબલના મજેદાર કિસ્સા ન સાંભળ્યા હોય તેવા લોકો ખૂબ જ ઓછા હશે
પોતાની વિશિષ્ટ બુદ્ધિમત્તા અને ચતુરાઈ માટે જાણીતા બીરબલ અને બાદશાહ અકબરના કિસ્સા આજે પણ એટલા જ રોમાંચક લાગે છે
પણ શું તમને ખબર છે બીરબલનું અસલી નામ શું હતું અને તે કોણ હતા?
બીરબલનું અસલી નામ હતું મહેશ દાસ. તેઓ હિન્દુ બ્રાહ્મણ હતા અને તેમને બ્રાહ્મણી દરબારી પણ કહેવામાં આવતા હતા
મહેશ દાસ
અકબરે બીરબલને કવિરાયનું બીરબલનું ઉપનામ આપ્યું હતું. જે બિર વાર કે વીર વાર શબ્દ પરથી પડ્યું હતું
અકબરે બીરબલને કવિરાયનું બીરબલનું ઉપનામ આપ્યું હતું. જે બિર વાર કે વીર વાર શબ્દ પરથી પડ્યું હતું
બીરબલનો અર્થ થાય છે તેજ દિમાગવાળો, હાજરજવાબી, બુદ્ધિશાળી અથવા કુશળ વહીવટદાર, જે કોઈ સમસ્યાનો તોળ ઝડપથી લાવી શકે છે
બીરબલ અકબર બાદશાહના નવ રત્નોમાંના એક હતા, પરંતુ અકબરના સૌથી નિકટના માણસ માનવામાં આવતા હતા
બીરબલ વ્રજભાષાના કવિ હતા અને તેમના તેજ દિમાગ અને તર્કના સૌથી મોટા પ્રશંસક ખૂદ બાદશાહ અકબર હતા
તેમ કહેવાય છે કે જ્યારે બીરબલનું મૃત્યુ થયું તેના સમાચાર આવ્યા બાદ અકબરે બે દિવસ ભોજન ન હતું લીધું અને તેઓ આઘાતમાં સરી ગયા હતા
અકબરના બીજા હિન્દુ રત્નોમાં રાજા ટોડરમલ, તાનસેન, રાજા માનસિંહનો સમાવેશ થાય છે