ડ્રાય ફ્રુટ તરીકે કાજુ સૌના ફેવરીટ હોય છે અને તેના હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા છે. કાજુમાં કેલ્શિયમ, મિનરલ્સ, વિટિમન ભરપૂર છે.

લોકો કાજુની કતરી પણ ખાય છે અને ખાસ કરીને શેલો ફ્રાઈડ એટલે કે ઘીમાં સોતરેલા મસાલાવાળા કાજુ પણ એટલા જ ખવાઈ છે

...પણ શું તમને ખબર છે કે આ ફ્રાઈડ કાજુ તમારા શરીરને લાભ ઓછા ને નુકસાન વધારે પહોંચાડે છે? ચાલો જાણીએ

કાજુમાં પહેલેથી કેલોરી વધારે હોય છે, તેને ફ્રાઈ કરવાથી તે ઔર વધે છે અને ડાયાબિટિસ પેશન્ટ માટે ખાસ નુકસાનકારક છે

કાજુમાં પોટેશિયમ હોય છે, જે ફેટી લિવરને નુકસાનકારક છે. ફ્રાઈડ કાજુ એકાદ બે કરતા વધારે વારંવાર ખવાય તો લીવર પર અસર થાય છે

જેમને એલર્જી હોય તેમને ચામડી પર રેડનેસ, ખંજવાળ વગેરેની સમસ્યા ઊભી થઈ શકે છે

ફ્રાઈડ કાજુમાં નમક હોવાથી ચિકાશ પણ હોય છે. આથી કૉલસ્ટ્રોલનું પ્રમાણ વધવાની શક્યતા છે.

ગેસ અને એસિડીટીની સમસ્યા હોય તેવા લોકોએ ફ્રાઈડ કાજુ ખાસ ખાવા ન જોઈએ, ગેસમાં વધારો થાય છે

નિષ્ણાતો સાદા કાજુ પણ દિવસમાં ત્રણથી 4 જ ખાવા કહે છે. ફ્રાઈડ કાજુ બની શકે ત્યાં સુધી ટાળવાનું કહેવામાં આવે છે. 

આ સામાન્ય જાણકારી છે, તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહ અનુસારો તે હીતાવહ છે