પહેલી નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ વિશે જાણો છો?

ગઈકાલે જાહેર થયેલા 71માં નેશનલ ફિલ્મ એવોર્ડ્માં વશ ફિલ્મ અને તેની હીરોઈનને એવોર્ડ મળ્યો

નેશનલ લેવલે  ફિલ્મની નોંધ લેવાઈ તે ફિલ્મ સાથે જોડાયેલા તમામ માટે આનંદની ક્ષણો હોય

તો ચાલો વાત કરીએ પહેલી ગુજરાતી ફિલ્મની જેણે નેશનલ લેવલ પર 1960માં ખ્યાતિ મેળવી

ફિલ્મનું નામ છે મહેંદી રંગ લાગ્યો. કેમેરામેન બિપિન ગજ્જરના નિર્માણમા મનહર રસ્કાપુરએ ડિરેક્ટ કરી હતી

આ ફિલ્મના હીરો-હીરોઈન બીજા કોઈ નહીં પણ જ્યૂબિલી કુમાર એટલે કે રાજેન્દ્રકુમાર અને ઉષા કિરણ હતા

ફિલ્મના કર્ણપ્રિય ગીતો અવિનાશ વ્યાસના હતા અને એક એક ગીત આજે પણ એટલાં જ લોકપ્રિય છે

ફિલ્મને 1960માં નેશનલ એવોર્ડ મળ્યો હતો અને ખૂબ જ સફળ ફિલ્મોમાંની એક હતી

દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, તે સૂત્ર આ ફિલ્મથી પ્રચલિત થયું હતું

ગુજરાતમાં આ સમય દરમિયાન જ દારૂબંધી લદાયેલી, તેથી નશો સંસારમાં કેવી મુસીબતો લાવે છે તે ફિલ્મની થીમ હતી

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...