તમારા વૉલેટમાં આ મની મેગ્નેટ્સ રાખ્યા છે કે નહીં?

શ્રીમંત થવાનો પહેલો અને એકમાત્ર રસ્તો યોગ્ય દિશામાં મહેનત અને નિયોજન છે, પણ પૈસા સાથે બરકત આવે તે પણ જરૂરી છે

મહેનત કર્યા બાદ પણ મા લક્ષ્મીની કૃપા જીવનમાં ન થતી હોય તો અમે તમને થોડા ઉપાય બતાવીએ છીએ

આ માટે તમારે તમારા વૉલેટમાં એક તેજપત્તું મૂકવાનું છે. નાનકડા વૉલેટ, લેપટોપ બેગમાં પણ તમે લાખી શકો છો.

આ સિવાય તમે નાળાછડીનો એક નાનો ટૂકડો તમારા પર્સમાં રાખી શકો છો. તેનાથી પૈસાનું ધોવાણ અટકશે

જો તમે સેફ ટ્રાવેલિંગ કરતા હો તો  નાનકડો સિલ્વર કોઈન પણ તમારા પર્સમાં રાખી શકો છો. જે તમારા રોકાણનું સારું વળતર મેળવી આપશે

તમારા પર્સમાં રસોડામાં વપરાતી તજનો નાનકડો ટુકડો રાખી શકો છો. ધાર્યા કરતા વધારે પૈસા તમારા બેંક અકાઉન્ટમાં આવશે

તમે તમારા પર્સમાં કોડી રાખી શકો છો. કોડીનો ઉપયોગ લક્ષ્મીપૂજામાં પણ થાય છે. તમારા ઘરે લક્ષ્મીજી કાયમી રહેવા આવી જશે

યાદ રાખજો આ તમામ વસ્તુઓ તમારે શુક્રવારે જ લક્ષ્મીમૈયાનું નામ લઈ પર્સમાં રાખવાની છે. 

આ શ્રદ્ધાનો વિષય છે, તમે માનો તો પ્રયોગ કરી શકો. તમારા પંડિતને પૂછીને અમલમાં મૂકો તે સલાહભર્યુ છે.