અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે માટલાનું ઠંડુ ઠંડું પાણી પેટમાં ઠંડક પહોંચાડે છે
માટલાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
આજે અમે અહીં તમને આવી જ કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ
માટલામાંથી પાણી ભરતી વખતે ક્યારેય હાથ માટલામાં ન ડૂબે તેનું ધ્યાન રાખો
, નહીં તો હાથની ગંદકી પાણીમાં જશે
માટલાના પાણી દૂષિત થતું અટકાવવા માટે હમેશાં ડોયાનો કે નળવાળા માટલાનો ઉપયોગ કરો
માટલાનું પાણી દરરોજ બદલવાનું રાખો
, દિવસો સુધી માટલાનું પાણી ન બદલવાથી તેમાં બેક્ટેરિયા પેદા થવાનું જોખમ રહેલું છે
માટલાને હંમેશા ઢાંકીને રાખો, માટલુ ખુલ્લું રાખવાથી તેમાં ધૂળ વગેરે જઈને પાણી દૂષિત થાય છે
જો માટલા પર તમે ભીનું કપડું વીંટળતા હોવ તો રોજ આ પકડું ધોવાનું રાખો
, નહીં તો ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે
ચમકદાર, પ્રિન્ટેડ માટલામાં પાણી રાખવાનું ટાળો, રાસાયણિક કોટિંગવાળા માટલામાં પાણી રાખવું નુકસાનકારક સાબિત થાય છે
કુદરતી માટી અને પોલિશ ન કરવામાં આવ્યા હોય એવા માટલા જ વાપરવાનું રાખો
આ ઉનાળામાં માટલામાંથી પાણી પીતી વખતે આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો હેલ્ધી રહી શકશો...