લક્ષ્મીમાતાને પ્રસન્ન કરવા દિવાળીમાં કરો આ ઉપાય

હિંદુ ધર્મમાં દિવાળી લક્ષ્મીમાતાનો તહેવાર છે, જે ઘણ મહત્વપૂર્ણ છે

દિવાળી આસો મહિનાની અમાવસ્યાએ ઉજવાય છે અને લક્ષ્મી દેવીની પૂજા કરવામાં આવે છે

એમ માનવામાં આવે છે કે રામ ભગવાન 14 વર્ષનો વનવાસ વિતાવી દિવાળીને દિવસે અયોધ્યા પરત આવ્યા હતા

તેમણે રાવણનો પરાજય કર્યો હતો. લોકોએ તેમના સ્વાગત માટે દિવા પ્રગટાવ્યા હતા

દિવાળીના બીજા દિવસે ભાઇબીજ ઉજવાય છે, જ્યારે બહેનો ભાઇના સુખ, સમૃદ્ધ અને દીર્ધાયુષ્યની કામના કરવા તેમની પૂજા કરે છે. 

દિવાળીમાં કેટલાક ખાસ ઉપાય કરવાથી લક્ષ્મીમાતા પ્રસન્ન થાય છે

ધાર્મિક માન્યતાનુસાર લક્ષ્મીજીને શેરડી અર્પણ કરવાથી ભૌતિક સુખસુવિધા મળે છે અને કષ્ટ દૂર થાય છે. 

આર્થિક સમસ્યામાંથી રાહત માટે લક્ષ્મીજીને 9 ગોમતી ચક્ર અર્પણ કરો

મહેનત કરવાથી પણ સફળતા ના મળતી હોય તો લક્ષ્મીજીની પૂજા કરીને ખીર ધરાવો

જીવનમાં આવતી સમસ્યાથી છૂટકારો મેળવવા દિવાળીના દિવસે પૂજા બાદ તુલસી માતાની 11 વાર પ્રદક્ષિણા ફરો