ચોમાસાની સૌ કોઈ રાહ જોતા હોય, પરંતુ ગૃહિણીઓ માટે આ ઋતુ ઘરના કામ વધારી નાખતી હોય છે

એક તો તડકો ન આવે એટલે ઘર ગંદુ લાગે છે, ખાદ્ય પદાર્થો બગડી જાય છે અને ખાસ તો કપડા સૂકાતા નથી

તડકાના અભાવે ઘરમાં પંખાની હવાથી સૂકાયેલા કપડામાં દુર્ગંધ આવે છે, તો ચાલો તમને અમુક સરળ ઉપાય બતાવીએ

સૌ પ્રથમ તો એવાં કપડાં પહેરવાનું પસંદ કરો જે પતલા હોય અને ઝડપથી સૂકાઈ જાય જીન્સ વગેરે અવોઈડ કરો

તમે કપડા ધોવા નાખો ત્યારે વ્હાઈટ વિનેગર પાણીમાં નાખી કપડા પલાળી રાખો, જે ગંધ અને બેક્ટેરિયા બન્ને દૂર કરશે

આ સાથે તમે ડિટર્જન્ટમાં થોડી બેકિંગ સોડા ઉમેરી દો. આમ કરવાથી ભીની ગંધ આવવાની બંધ થશે

કપડા જો તડકામાં સૂકવી શક્યા ન હો તો તેને ફોલ્ડ ન કરો, તેને હેંગરમાં લટકાવી રાખો, જેથી હવાને લીધે તેમાં ગંધ નહીં બેસે

આ સાથે જો તમારે કપડા ઉપયોગમાં લેવા હોય તો ઈસ્ત્રી પણ ફેરવી શકો જેથી સૂકા અને કડક થઈ જશે

ચોમાસાની સિઝન શરૂ થાય ત્યારે વૉર્ડરોબમાં નેપ્થેલીન બોલ્સ રાખો અને બહાર નીકળો ત્યારે લાઈટ ફ્રેગરન્સનું પરફ્યુમ છાંટી શકો

અને આ ઉપાયો તમને કેવા લાગ્યા તે અમને ચોક્કસ જણાવજો અને જોતા રહેજો મુંબઈ સમાચાર ડિજિટલ