દિવાળી પ્રકાશનું પર્વ છે અને ભારત સહિત અનેક દેશોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે
આ દિવાળીએ તમારી રાશિ પ્રમાણે કયા કલરના કપડાં પહેરવા શુભ છે એ જાણી લો અને સજ્જ થઈ જાવ દિવાળીની ઉજવણી માટે...
મેષઃ આ રાશિની મહિલાઓ લોકોએ લાલ કલરના કપડાં પહેરવા, જેને કારણે મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે
વૃષભઃ આ રાશિની મહિલાઓએ બ્લ્યુ કલરના કપડાં પરિધાન કરવા જોઈએ, મા લક્ષ્મીની કૃપા વરસે છે, ધનલાભ થાય છે
મિથુનઃદિવાળી પર આ રાશિની મહિલાઓએ નારંગી કલરના કપડાં પહેરવા જોઈએ જેથી ધનવર્ષા થાય છે
કર્કઃ આ રાશિની મહિલાઓએ દિવાળી પર લીલા કલરના કપડાં પહેરવા જોઈએ, શુભ પરિણામો પ્રાપ્ત થશે
સિંહઃ સિંહ રાશિના જાતકોએ બ્રાઉન કલરના કપડાં પહેરવા આ રાશિના લોકો માટે આ કલર શુભ છે
કન્યાઃ આર્થિક લાભ મેળવવા આ રાશિની મહિલાઓએ દિવાળી પર સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ, સફેદ સાથે કોઈ ડાર્ક કલરનું કોમ્બિનેશન ખૂબ જ સુંદર લાગે છે
તુલાઃ જીવનમાં સુખ-સમૃદ્ધિ અને આર્થિક લાભ મેળવવા આ રાશિના લોકોએ દિવાળી પર પીળા રંગના કપડાં પહેરવા જોઈએ
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિની મહિલાઓએ દિવાળી પર લક્ષ્મી પૂજન માટે મરુન કલરના કપડાં પહેરવા જોઈએ આ રાશિ માટે આ કલર ખૂબ જ શુભ મનાય છે
ધનઃ ધન રાશિની મહિલાઓએ જાંબુળી કલરના કપડાં પહેરવા જોઈએ દિવાળી પર. આ કલરના કપડાં પહેરવાનું શુભ ગણાય છે
મકરઃ મકર રાશિના જાતકોએ દિવાળી પર રોયલ બ્લ્યુ કલરના કપડાં પહેરવા જોઈએ, આને કારણે જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે
કુંભઃ આ રાશિના લોકોએ રાખોડી કલરના કપડાં પહેરવા, જેથી મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે
મીનઃ મીન રાશિના જાતકોએ દિવાળી પર ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ, જેથી જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે