ગમે તેટલા નવી ફેશનના આઉટફીટ બજારમાં આવે, સાડી હંમેશાં ટ્રેન્ડમાં જ રહે છે
હજુ પણ સાડીનો ક્રેઝ મહિલાઓને હોય છે અને લગ્ન પ્રસંગ કે પાર્ટીઝમાં પણ સાડીઓ એટલી જ પહેરાય છે
ત્યારે હવે ડિઝાઈનર સાડીની જેમ બ્લાઉઝ અને સ્લીવ્સમાં પણ નવા નવા ટ્રેન્ડ્સ આવતા જાય છે
જો તમે સાદી સીધી કે ફુગ્ગા કે હાફ-ફૂલ સ્લીવ્સના બ્લાઉઝથી કંટાળી ગયા હો તો આ ઑપ્શન્સ તમે ટ્રાય કરી શકો છો
પ્લેન સાડી સાથે તમે સેઈમ કલર કે કોન્સ્ટ્રાસ્ટ કલરની ફૂલ કે હાફ સ્લીવના પ્રિન્ટેડ બ્લાઉઝનું કોમ્બિનેશન કરી શકો. સાદી સાડી પણ ડિઝાઈનર જેવી લાગશે
હટકે સ્ટાઈલ પહેરવા માગતા હતા હો તો શીયરવાળા બ્લાઉઝ પહેરી શકાય. નેટ કે પોલિએસ્ટરની હાફ કે ફૂલ શીયર બનાવી શકાય
આ શીયરવાળા ભાગને તમે પફ લૂક પણ આપી શકો. બે કલરનું કોમ્બિનેશન પણ કરી શકો
ઉનાળામાં જો તમે ફ્લોરલ પ્રિન્ટ્સ કે શિફોન સાડી પહેરવાનું પસંદ કરતા હો તો પફ ફૂલ સ્લીવ તમારા માટે બેસ્ટ ઑપ્શન છે
આ સ્લીવ તમારી સાદી કે સસ્તી સાડીને પણ ટ્રેન્ડી બનાવી દેશે. જે સાડીમાં મેચિંગ ડિઝાઈનર બ્લાઉઝ પણ આવતું હોય તે માટે આ બેસ્ટ છે
આ સાથે ફ્લેયર્ડ ફૂલ સ્લીવ બ્લાઉઝ પણ ટ્રેન્ડમાં છે. સાડી જેવા જ કલર-ડિઝાઈનના બ્લાઉઝ તમને પાર્ટીમાં સૌથી અલગ તારશે