દુનિયામાં અનેક દેશ છે અને એમની અલગ અલગ ખાસિયતો છે, જે તેમને ખાસ બનાવે છે

પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં એક દેશ પણ એવો છે જે ધીરે ધીરે સમુદ્રમાં ડૂબી રહ્યો છે? 

જી હા, આ હકીકત છે. આ દેશ કુલ 9 નાના મોટા ટાપુઓ મળીને બન્યો છે અને એમાં 11,000 લોકો રહે છે

આ દેશનું નામ છે તુવાલુ, જે હવાઈ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આવેલું છે

નાસાના જણાવ્યા અનુસાર તુવાલુ ખૂબ જ ઝડપથી સમુદ્રની નીચે જઈ રહ્યું છે

છેલ્લાં ત્રણ દાયકાની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને કારણે આ દેશમાં સમુદ્રનું સ્તર ઝડપથી વધી રહ્યું છે

આ સંકટમાંથી બહાર આવવા માટે તુવાલુ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક સમાધાન પણ થયું છે

આ સમજૂતી અનુસાર 2025 સુધી દર વર્ષે તુવાલુના 280 લોકોને ઓસ્ટ્રેલિયામાં સ્થાયીરૂપે વિસ્થાપિત કરે છે

થોડાક સમયે પહેલાં જ એક રિપોર્ટમાં ભારતના પણ સમુદ્ર કિનારે આવેલા કેટલાક શહેરો ડૂબી જશે, એવો દાવો પણ કરવામાં આવ્યો હતો