આપણે ત્યાં શુકનમાં ચાંદલો કરવાની પ્રથા છે અને આ ચાંદલો લખાવવાની પ્રથા છે

આ ચાંદલામાં લોકો યથાશક્તિ 101, 151, 251 કે 1001, 1111 રૂપિયા લખાવે છે

ટૂંકમાં કહીએ તો ચાંદલામાં કેટલીય રકમ લખાવો, ઉપરથી એક રૂપિયો લખાવવામાં આવે છે

પણ શું તમને ખબર છે કે આ એક રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ કેટલો ખર્ચ આવે છે?

ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

તમને જાણીને નવાઈ લાગશે કે એક રૂપિયાનો આ સિક્કો બનાવવા પાછળ 1.11 રૂપિયાનો ખર્ચ આવે છે

ટૂંકમાં કહીએ તો એક રૂપિયાના મૂલ્ય કરતા પણ વધુ ખર્ચ તેને બનાવવા પાછળ સરકાર દ્વારા કરવામાં આવે છે

જોકે, બાકીના સિક્કા સાથે એવું નથી, તેમને બનાવવા પાછળનો ખર્ચ તેમના મૂલ્ય કરતાં ઓછો જ છે

બે રૂપિયાના સિક્કાની વાત કરીએ તો તેને બનાવવા માટે 1.28 રૂપિયાનો ખર્ચ થાય છે

 પાંચ રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 3.69 રૂપિયાનો ખર્ચ આવે છે

જ્યારે 10 રૂપિયાનો સિક્કો બનાવવા પાછળ 5.54 રૂપિયાનો ખર્ચ આવે છે

ટૂંકમાં જેટલા વધુ મૂલ્યનો સિક્કો એટલો એને બનાવવાનો ખર્ચ ઓછો

અને જેટલા ઓછા મૂલ્યનો સિક્કો એટલો જ એને બનાવવાનો ખર્ચ વધારે

છે ને એકદમ જક્કાસ ઇન્ફોર્મેશન? તમે પણ લાગતા વળગતા લોકો સાથે શેર કરીને એમના જનરલ નોલેજમાં વધારો કરજો

આવા જ વધુ માહિતીસભર સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો