ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ત્રણ પવિત્ર નદી ગંગા, યમુના અને લુપ્ત સરસ્વતીનો સંગમ થાય છે.

સંગમ ખાતે દર વર્ષે માઘ મેળો અને દર બાર વર્ષે પુર્ણ કુંભ યોજાય છે. ત્રિવેણી સંગમ ખાતે કરોડો ભક્તો સ્નાન કરે છે .

પણ આજે આપણે નદીઓના સંગમ વિશે નહી પરંતુ સમુદ્રના સંગમ વિશે વાત કરીશું. 

શું તમે જાણો છો ભારતના કયા શહેરમાં સમુદ્રનો સંગમ થાય છે.

ભારતમાં સમુદ્રનો સંગમ તમિલનાડુના કન્યાકુમારી શહેરમાં થાય છે. એને ત્રિવેણી સંગમ પણ કહેવાય છે.

 તે એક ધાર્મિક અને પર્યટન સ્થળ પણ છે. અહીં બે નહીં પણ ત્રણ સમુદ્ર મળે છે.

આ સ્થળે હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાલી ખાડીનો સમુદ્ર મળે છે.

કન્યાકુમારી નામ પાછળ એવી માન્યતા છે કે તેનું નામ ભગવાન કૃષ્ણની બહેન કુમારીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ એક સુંદર પર્યટન સ્થળ છે જ્યાં દરરોજ હજારો લોકો આવે છે.