આપણામાંથી અનેક લોકોએ ક્યારેકને ક્યારેક તો બીચ પર કે રસ્તાના કિનારે ઊભા રહીને નારિયલ પાણી પીધું જ હશે ને? 

પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે નારિયલની અંદર આ પાણી ક્યાંથી આવે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

એ પહેલાં તમને જણાવી દઈએ ભારત એ નારિયલનું સૌથી મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતો દેશ છે

નારિયલના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતની હિસ્સેદારી 30.93 ટકા જેટલી છે

હવે વાત કરીએ કે આખરે નારિયલની અંદર આ પાણી આવે છે ક્યાંથી, જેને આરોગ્યવર્ધક માનવામાં આવે છે

તો તમારી જાણ માટે કે નારિયલની અંદર જે પાણી હોય છે એ ઝાડનું જ એન્ડોસ્પર્મ હોય છે

નારિયલનું ઝાડ મૂળિયાના માધ્યમથી માટીમાંથી પાણી અને અન્ય પોષક તત્વો શોષી લે છે

નાળિયેરીની કોષિકાઓ પાણી મૂળિયામાંથી ખેંચીને ફળ સુધી પહોંચાડે છે

જ્યારે નારિયલના ફળમાં પાણી ભરાય છે ત્યારે તેમાં ઝાડનું એન્ડોસ્પર્મ મિક્સ થઈ જાય છે અને આ પાણી ઘાટ્ટું થઈ જાય છે

ચોંકી ગયા ને? જો તમને પણ આ વાતની જાણ નહોતી તો આ માહિતી બીજા સાથે પણ શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વૃદ્ધિ કરજો હં ને

આવી જ વધુ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...