મોઢું મીઠું કરતો ગોળ મીઠાઈ સહિત રોજબરોજના ભોજનમાં લગભગ દરેક ઘરમાં વપરાય છે

આયર્ન, હિમોગ્લોબિન, મિનરલ્સ, વિટામિન્સથી ભરપૂર ગોળ કેમિકલયુકત છે કે નહીં તે તમે આ રીતે ચેક કરી શકો છો

અસલી ગોળને તમે ગેસ પર મૂકો એટલે તેની સુગંધ આવે અને તે ધીમેથી પિગળે, નકલી ઝડપથી પિગળશે અને ચાસણી પણ પાતળી બનશે

આ રીતે પાણીમાં ઝડપથી પિગળી જાય તે ગોળ મિલાવટી છે. આ સાથે તેની અશુદ્ધિઓ પણ પાણીમાં નીચે બેસી ગયેલી દેખાશે

ગોળનો ઓરિજનલ રંગ પીળો છે અથવા તો તે ભૂખરો પણ હોઈ શકે. જો વધારે ઘાટો રંગ હોય તો તે મિલાવટી અથવા બળી ગયેલો છે

મિલાવટી ગોળ તમને ચમકદાર લાગશે જ્યારે અસલી થોડો દાણાદાણા જેવો દેખાશે, આ સાથે ધાબા દેખાય તેવો ગોળ પણ ન લેશો

ગોળને તમે હાથમાં મસળીને પણ ચેક કરી શકો છો. ગોળ હાથમાં ચોંટવો જોઈએ નહીં. નકલી ગોળથી હાથ ચીંકણા થશે

ગોળનો સ્વાદ અને સુગંધ પણ તેની ઓળખ છે. ગોળનો સ્વાદ શેરડી જેવો હોય છે, તે જીભ પર મીઠાસ છોડતો નથી

જો જીભ પર ખાંડ જેવી મીઠાસ રહી જાય તો ગોળમાં ખાંડ મિક્સ કરી છે. આ સાથે ગોળની ખુશ્બુ કેરેમલ જેવી હોય છે તે પણ ધ્યાન રાખવું.