Champions Trophy પહેલા આ નામે ઓળખાતી; જાણો આ ટુર્નામેન્ટના ઈન્ટરેસ્ટીંગ ફેક્ટ

ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રવિવારે દુબઈમાં રમાશે

ભારતીય ક્રિકેટ ચાહકો ટુર્નામેન્ટની 9મા એડીશનમાં રોહિત એન્ડ ટીમની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે

પણ શું તમે જાણો છો કે Champions Trophy પહેલા KnockOut Trophy તરીકે ઓળખાતી હતી? ચાલો જાણીએ કેટલીક રસપ્રદ બાબતો

આ ટુર્નામેન્ટની શરૂઆત 1998 માં KnockOut Trophyના નામથી થઇ હતી, જેનો ઉદ્દેશ્ય નોન-ટેસ્ટ પ્લેઇંગ દેશોમાં ODI ક્રિકેટના વિકાસ માટે ફંડ એકત્ર કરવાનો હતો

KnockOut Trophyના પહેલા એડીશનનું આયોજન 1998માં બાંગ્લાદેશમાં અને બીજા એડીશનનું આયોજન 2000માં કેન્યામાં કરવામાં આવ્યું હતું

2002માં ટુર્નામેન્ટનું નામ બદલીને Champions Trophy કરવામાં આવ્યું, આ ત્રીજા એડીશનનું આયોજન શ્રીલંકામાં કરવામાં આવ્યું હતું

વર્ષ 2006 સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દર બે કરવામાં આવતું, આ ટુર્નામેન્ટ 2008 માં પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ 2009માં તેને દક્ષિણ આફ્રિકા ખસેડવામાં આવી હતી

ત્યારથી Champions Trophy દર ચાર વર્ષે યોજવામાં આવે છે, આ ટુર્નામેન્ટમાં ODI રેન્કિંગની ટોપની આઠ ટીમો ભાગ લે છે.

વર્ષ 2013 અને 2017 પછી ટુર્નામેન્ટ રદ કરવાની માંગ ઉઠી હતી, 2021માં આ ટુર્નામેન્ટનું આયોજન થયું ન હતું. જોકે, 2025 માં તેને ફરીથી શરૂ કરવામાં આવી હતી

ચેમ્પિયન્સ ટ્રોફીને Mini World Cup તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ટુર્નામેન્ટ ઘણી રીતે વર્લ્ડ કપથી અલગ છે. 

ચેમ્પિયન્સ ટ્રોફી લગભગ અઢી અઠવાડિયા સુધી ચાલે છે, જ્યારે વર્લ્ડ કપ એક મહિનાથી વધુ સમય સુધી ચાલતો હોય છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમોની સંખ્યા વર્લ્ડ કપ કરતા ઓછી હોય છે.

ટુર્નામેન્ટની વિજેતા ટીમો: 1998-દક્ષિણ આફ્રિકા, 2000-ન્યુઝીલેન્ડ, 2002-ભારત અને શ્રીલંકા સંયુક્ત, 2004-વેસ્ટ ઈન્ડિઝ, 2006-ઓસ્ટ્રેલિયા,  2009-ઓસ્ટ્રેલિયા, 2013 ભારત, 2017-પાકિસ્તાન