આપણા ભારતીય રસોડા માટેની સામાન્યપણે એવી માન્યતા છે કે તેમાં રહેલી અનેક વસ્તુઓ આરોગ્ય માટે લાભદાયી છે
આ વસ્તુઓમાં મેડિકલ વેલ્યુ હોય છે જેને કારણે તે રસોઈમાં સ્વાદ ઉમેરવાની સાથે સાથે જ અનેક સમસ્યાઓને દૂર પણ કરે છે
પરંતુ શું તમને ખબર છે કેન્સર જેવી જીવલેણ બીમારી થવાના સાત કારણો પણ તમારા આ રસોડામાં જ હાજર છે?
ચાલો તમને આ પાંચ કારણો વિશે આજે અહીં જણાવીએ, જેથી તમે પણ તેને તિલાંજલિ આપીને આ બીમારીથી બચી શકો
અનેક પ્રકારના રિસર્ચમાં આ બાબતો વિશે અનેક વખત ખુલાસો થઈ ચૂક્યો છે
પ્લાસ્ટિકના વાસણો, બોટલ્સનો આપણે ત્યાં રસોડામાં છૂટથી ઉપયોગ થાય છે, જેને કારણે કેન્સર થવાનું જોખમ રહેલું છે
આજકાલ હેલ્ધી ફૂડ બનાવવા માટે નોનસ્ટીટ યુટેનસિલ્સ ઉપયોગ વધી રહ્યો છે, પણ હકીકત અલગ છે
આ વાસણો બનાવવા માટે જે વસ્તુની કોટિંગ કરવામાં આવે છે, તેને કારણે કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે
રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ પણ આપણા રસોડામાં વધી રહ્યો છે અને તેને કારણે પણ કેન્સર થવાની શક્યતા વધી જાય છે
ભોજન લાંબો સમય ગરમ રહે એ માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરીએ છીએ પણ તે આરોગ્યને નુકસાન કરે છે
ઘણા લોકો ઘરમાં, રસોડામાં સેન્ટેડ કેન્ડલ્સ વાપરે છે, પરંતુ એના ઉપયોગથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે
આ તમામ માહિતી રિસર્ચ પર આધારિત છે, મુંબઈ સમાચાર તેની પુષ્ટિ કરતું નથી