ઈન્ડિયન રેલવે એ દુનિયાના તમામ રેલવે નેટવર્કમાં ચોથા નંબરનું સૌથી વ્યસ્ત ગણાતું રેલવે નેટવર્ક છે
દરરોજ હજારો સંખ્યામાં ઈન્ડિયન રેલવે દ્વારા ટ્રેનો દોડાવવામાં આવે છે અને કરોડો પ્રવાસીઓ એમાં પ્રવાસ કરે છે
આપણે અનેક વખત સાંભળ્યું હશે કે ટ્રેનમાં કે ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન ગર્ભવતી મહિલાઓની ડિલિવરી થઈ હોય
આવા કિસ્સામાં અનેક વખત રેલવે દ્વારા બાળકોને કેટલીક ખાસ સુવિધા આપવામાં આવે છે
થોડાક મહિનાઓ પહેલાં ફ્રાન્સમાં એક મહિલાએ ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો
ફ્રાન્સે 25 વર્ષ સુધી એ બાળકને ફ્રી રેલવે પ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી
ભારતમાં પણ આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે
તો શું ઈન્ડિયન રેલવે દ્વારા પણ આવી કોઈ સુવિધા નવજાત શિશુને આપવામાં આવે છે?
ચાલો જાણીએ- તમારી જાણ માટે કે ભારતીય રેલવેમાં આવા પ્રકારનો કોઈ નિયમ કે જોગવાઈ નથી
જોકે, ડિલિવરી દરમિયાન રેલવે દ્વારા જે પણ સુવિધા આપવામાં આવે છે તે સંપૂર્ણ નિઃશુલ્ક હોય છે
ટૂંકમાં ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં જન્મેલા નવજાત શિશુને આવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી
એટલે જો કોઈ આવું કહે કે આવી માહિતી આપતો મેસેજ આવે તો તેના પર વિશ્વાસ કરશો નહીં